Wednesday, February 6, 2013

ચાલો ડેય્ઝ માનવીએ


મિત્રો ફેબ્રુઆરી મહિનો આવે ને અવનવા ડેય્ઝ કોલેજ , સ્કુલ તથા યુનીવર્સીટી માં શરુ થઇ ગયા છે। એમાય વળી ખાસ ડેઝ તો કોલેજો માં માનવા માં આવે છે . રોઝ ડે , પ્રોફેશનલ ડે ,સારી ડેઝ , ચોકોલેટ ડે , પ્રપોઝ ડે , સિગ્નેચર ડેઅને છેલ્લે વેલેન્ટાઈન  ડે આમ આખો  ફેબ્રુઆરી મહિનો ડેઝ માં પૂરો થઇ જાય છે પણ આ ડેઝ  નું નામ સાંભળી ને એક ભાઈ ની લખેલી લાઈનો યાદ આવી ગઈ છે 
"Silent આ સાંજ છે, and crazy જઝ્બાત છે,
કેટલાય દિવસ થી મારે કહેવી તને આ વાત છે.
થોડોક છું nervous અને થોડીક ગભરાટ છે,
response ના ડરનો મને થોડોક ફફડાટ છે.
કહેતા આ વાત મારી જીભ કઈક અટકે છે,
પણ અત્યારે જો, મારો જીવ અધ્ધર લટકે છે.
દિલમાં બધું છે પણ words મારા ભટકે છે,
But it’s not my fault, તું જ કઈક
એવી હટકે છે.
તારા માટે મારી feelings એવી કઈક ભાગે છે,
કે સપના પણ હવે તો મારા તને જોવાને જાગે
છે!
અવાજ સાંભળી તારો, મનમાં unplugged
guitar વાગે છે,
અપ્સરાઓનો તો class જ નથી , તું કઈક
અલગ જ લાગે છે!
આજે તો ઝીલવો બસ મારે આ પડકાર છે;
તું જો હોય lifeમાં તો જીવન ઉધ્ધાર છે.
બસ તારી સાથે જ મારે માંડવો સંસાર છે;
To accept my love, બોલ, શું તું તૈયાર છે?"
આવ રીતે એક ભાઈ તેની ગર્લફ્રેન્ડ ને પ્રપોઝ કવિતા દ્વારા કરે છે પરંતુ જમાનો બદલાયો છે હવે તો ભણેલા અને અભણ બંને આ ડેઝ માં રંગવા લાગ્યા છે અમારા મનીયા  ને અત્યાર  સુધી માં દસ દસ પ્રપોઝ આવી ગયા ને એને એક પણ પ્રપોઝ સ્વીકાર્યું નથી મનિયા એ ..મેં એને કેટલુય કહ્યું પણ માન્યો જ નહિ એ।।!! શું થશે બિચારા મનીયા નું હવે।।?? અમારા ગુજ્જેશ  ને ય આ  ડેઝ નો રંગ લાગ્યો ને પૂછે આ રોજ રોજ આ શું  કોલેજ માં ઉજવાય છે।ભાઈ।।?? મેં કહ્યું આ ફેબ્રુઆરી આવ્યો ને એટલે નવા નવા ડેઝ મનાવાય છે કોલેજ માં ભાઈ।એ પણ રીસેશ ના ટાઇમ માં જોવા જાય।કે કેવી રીતે ડેઝ મનાવાય છે। અને ડેઝ  જ્યાર થી કોલેજ માં શરુ થાય છે ત્યાર થી માંડી ને 14મી ફેબ્રુઆરી સુધી કોલેજ માં રંગત જ રંગત।અમારી એન્જીનીયરીંગ કોલેજ માં તો આવા કોઈ દિવસ ઉજવાતા ની છતાં પણ ઘણા ખરા શોધ શંશોધનો કાર્ય બબડ આ લેખ છું। 
અમારા એક મિત્ર એ એક ખાસ દિવસે જાહેર માં પ્રપોઝ કરેલો તેમની ગર્લ ફ્રેન્ડ ને એક થીયેટર માં।।
હવે પ્રેમીઓએ મળવાની જગ્યા ઓ  પણ નવી શોધી કાઢી છે પહેલા લો ગાર્ડન માં મળવા જતા અથવા સાયન્સ સીટી ના પાછળ ના ભાગ માં।।!! પણ હવે જવા જગ્યા બદલાઈ ને રીવર ફ્રન્ટ બની ગઈ છે।
અને હજીયે આપણો જુનો અટીરા વાળો રોડ તો ખરો જ બકા।।!!
અમારેય પ્રપોઝ કરવાની ઈચ્છા હોય પણ શું કરીએ ટાઇમ  જ નથી મળતો ને કે એને સાચવી શકું,,?? હતી એ પણ જતી રહી છે  ને જ્યાર થી આ ડેઝ આવ્યા છે ત્યાર થી માંડી ને આપણા  ઓરીજીનલ ડેઝ   ભૂલવા માંડ્યા છે ફાધર ડે , મધર ડે , શહીદ દિન, ગુજરાતી સાહિત્ય દિન , ગુજરાતી દિવસ , રાજભાષા દિવસ , પ્રજાસતાક દિન હોય કે સ્વતંત્ર દિન।ભૂલી ને આપણે આવા પશ્ચિમી સંસ્કૃતિ ના દિવસો પ્રમાણે વળ્યા છે। મિત્રો , હું પણ ઉજવું જ છું પણ આ બધા ડેઝ ને ધ્યાન માં રાખીને ..!!
તો આ વેલેન્ટાઈન ડે ને ભલે ઉજવીએ કે ના ઉજવીએ કહ્યા એ પ્રમાણે આ દિવસોનું   પણ ધ્યાન રાખજો ..
મળીયે આવતા લેખે ત્યાં સુધી આવજો ..:)