હું
એટલે કોણ ..??
હું એટલે પાર્થ શર્મા તમે એમ જ કહેશો ને।।!!
પણ હું હું નથી આતો બસ ખાલી મારા વ્યક્તિત્વ ને ઓળખવા માટે આપેલું નામ છે અને પાટિયું છું।
આ શરીર મારું નથી ,
આ કપડા મારા નથી ,
આ મારા માં-બાપ , મારા ભાઈ બહેન કે કોઈ સગા સબંધી મારા નથી।
આતો બે ઘડી ના પૃથ્વી પર ના વ્યવહાર માટે ભેગા થયેલા મિત્રો છીએ।
ઉપર વાળો એટલે મારી ઉપર રહેતા ભાઈ નઈ ઉપર વાળો ભગવાન કે જે બધું જ જુવે છે।
તમારી દરેકેદરેક ક્રિયા પર ધ્યાન રાખી ને બેઠો છે।
તમે ખાઓ છો,
તમે પીવો છો ,
તમે કામ કરો છો
તમે રમત કરો છો
તમે કોઈની મજાક ઉડાવો છો
કે ફેસબુક માં તમે લાઇક કરો છો કે સ્ટેટસ અપડેટ કરો છો
એ બધા પર ભગવાન નજર નાખી ને બેઠો છે।
આ જીવ નાશવંત છે।
એક દિવસ બધા એ આ દુનિયા છોડી ને જવાનું જ છે
જેમ સ્કૂટર કે બાઈક ને ચાલુ કરવા સ્પાર્ક પ્લગ મુકેલો હોય છે તેમ આપણા હૃદય ની અંદર એક સ્પાર્ક પ્લગ મુકેલો છે ભગવાને અને એનાથી આ આપણું આ હૃદય ધબકે છે।
આપણું શરીર લાકડા જોડે રાખ માં બળી જાય છે પણ આપણો આત્મા મારતો નથી
આપણો આત્મા હંમેશા શુદ્ધ હોય છે ,
લોકો તમને ગાળો બોલે , લોકો તમને ચીડવે કે તમારી પર ગુસ્સે થાય એ બધું શરીર અને મન ને લાગુ પડે છે આપણાં આત્મા ને નહિ
આપણા શરીર માંથી જતો આત્મા ને જો કાચ ની પેટી માં પુરવા માં આવે ને તો પણ એ પેટી ને તોડી ને ચાલ્યો જાય છે।
આત્મા અમર છે દેહ નહિ।
એટલે જ કોઈ એ લખ્યું છે
"એકલા જ આવ્યા મનવા એકલા જ આવ્યા ,
સાથી વિના સંગી વિના એકલા જ આવ્યા।
આપણે જન્મીએ છીએ ત્યારે લોકો હસતા હોય છે અને જયારે આપણે જઈએ છીએ લોકો રડતા હોય છે।
માણસ મરી ગયા પછી પાછો આવવાનો નથી તો પછી રડી ને એને યાદ કરીને જીવ શું કરવા બાળવાનો ..??
ઉપર થી એનો નવો જન્મ બીજી જગ્યા એ થયો એની ખુશી માનવી જોઈએ ને લોકો ને મીઠાઈ વહેંચવી જોઈએ।
આપણે આવ્યા ત્યારે શું લઈને આવ્યા હતા।।?? યાદ કરો
અને જવાના ત્યારે શું લઈને જવાના ..?? કશું નઈ ..!!
બધું અહિયાં મુકીને જ જવાનું છે।।
આ રૂપિયા જોડે લઇ જવાના નથી કે આપણે આપણા સ્નેહી જનો ને પણ લઇ જવાના નથી।
આપણે તો એક રોબોટ છીએ જેનું રીમોટ ભગવાન ના હાથ માં છીએ એ જેમ ચલાવે છે તેમ ચાલીયે છે।
અહીં આપણે રંગમંચ ની કઠપુતળી પણ છીએ। આપણે અહીં ઘણા બધા રોલ કરવાના હોય છે।
માં નો રોલ ,
બાપ નો રોલ,
ટીચર નો રોલ,
એન્જીનીયર નો રોલ ,સાહેબ નો રોલ ,બોસ નો રોલ ,મજુર નો રોલ ડોક્ટર નો રોલ
કે વગેરે વગેરે રોલ કરવાના હોય છે।
આમ ,
કહેવાનું એટલું જ કે આપણા માટે સ્વર્ગ પણ આ છે ને નર્ક પણ આ જ છે। આપણે જો સારા કાર્ય કાર્ય હોય
તો સ્વર્ગ રૂપી રહેવાનું મળે અને ખરાબ કર્યો કાર્ય હોય તો નર્ક રૂપી યાતના ઓ પણ અહીં જ ભોગવવાની છે।
ઉપર સ્વર્ગ કે નર્ક નથી। જે છે એ બધું અહીં છે। માટે સારા કર્યો ,સારા પુણ્યો કમાવા માટે મહેનત કરવી જરૂરી છે।
અને એ મહેનત ના આધારે આપણું સ્વર્ગ અને નર્ક નક્કીઅહીં જ થાય છે।
આવજો।
https://www.facebook.com/