ગયા અઠવાડિયે ભારત ભારતભર શ્રાદ્ધ પક્ષ ઉજવાઈ ગયો. શ્રાદ્ધ પક્ષ માં દરેક ના ઘરે દૂધ પાક ,પૂરી, મિષ્ટાન ( લખતા લખતા મોમાં પાણી આવી ગયુ) બનતા હતા ને આપના પૂર્વજો ને પિતૃ તર્પણ કરવામાં આવતું હતું. શ્રાદ્ધ પક્ષ ના સમય માં અમે છાપા માં એવું વાંચ્યું હતું કે ચાઈના માં ફૂડ ફેસ્ટીવલ યોજવા નો છે ને તેમાં આપણાં ગુજરાતી ઢોકળા ની રેસીપી મોકલવાની છે. અને આ ઉપર થી આ લેખ લખાઈ ગયો.ઇન્ડિયા માં તે દિવસો માં ફૂડ ફેસ્ટીવલ ચાલતો જ હતો એ પણ કાગડાઓ નો.
આમ તો રોજ સવારે આપને તેમને ગાંઠિયા તો ખવડાવતા જ હોઈએ છે પરંતુ બિચારા કાગડા એ ખાઈ ખાઈ ને એમને ઘણી વાર નફરત થઇ જતી હોય છે. પણ શું થાય પેટ ભરવા બિચારા કંઈક કરે તો ખરા જ ને..!! ( ઘણી વાર કાગડા મોઢું પણ બગાડતા હોય છે કે ઘણી વાર ખીજાય ને માથા પર ચાંચ પણ મારી જતા હોય છે.) પણ આવા જ કાગડાઓ ને શ્રાદ્ધ પક્ષ માં કાગડાઓને મજ્જો જ મજ્જો પડી જતો હોય છે. આપને જેમ અમદાવાદી, સુરતી,ચરોતરી ,કાઠ્યાવાડી કહેવાતા હોઈએ છે તેમ કાગડા માં સેમ તેવા જ પ્રકાર હોય છે ને તેવા એમના ફૂડ હોય છે.પરંતુ આ b પિતૃ ઓ પર નભેલું હોય છે.પિતૃઓ ને મનગમતી વાનગી બનાવવા ના બદલે આપને તેમને (એટલે કાગડા ને) દૂધપાક અને પૂરી એ બંને ભેગા કરી ને આપણે કાગ વાસ કાગ વાસ કરી ને પાંચ વાર કોળિયા મુકતા હોઈએ છીએ અને પાણી પણ ફરતે વાળી ને પીવડાવતા હોઈએ છીએ. ( પરંતુ જો પિતૃ ડાયાબીટીસ ના દર્દી હતા તો તેમને આમ તો સુગર ફ્રી દૂધ પાક ખવડાવો જોઈએ પણ આપણે તો ડાયાબીટીસ ની ગોળી કે જમતા પહેલા લેતા હોય છે તે પણ કાગડા ને મુકતા નથી બકા..!!)
જો પિતૃ હોટેલ ના શોખીન હોય તો તેમને ચાઇનીસ,મેક્ષીકન,ઇટાલિયન હોય તો આ બધા પ્રકાર ના ફૂડ અને જો મદ્રાસી ખાવાના શોખીન હતા તો ઢોંસા,ઈડલી, ઉત્તપ્પા કાગડા ઓ ને ખવડાવા જોઈએ. કાગડાઓ ને આપણાં પૂર્વજો જે પ્રમાણે એમની દિન ચર્યા હતી તેમ સવારે ચા અને મસ્કા બન ( જો ખાતા હોય તો નઈતો ભાખરી અથવા હળવો નાસ્તો) કાગડાઓ ને મુકવો. બપોરે જમવાનું દૂધ પાક, પૂરી,બાસુંદી ( ઓપ્શન )દાળ ભાત શાક રોટલી ખાતા હોય તો રોટલી ( બટર કે સાદી જે લેતા હોય તે ),ભાખરી,ખમણ,ઢોકળા (લાઇવ કે સેન્ડવીચ કે તિરંગા ઢોકળા), એ બધું જ વસ્તુ કાગડા ઓ ને મુકવું ને ખવડાવું ને બહાર પાણી પણ પીવડાવું.
કાગડાઓ ને શ્રાદ્ધ પક્ષ માં ઘેર ઘેર જવાનું થતું હોય છે.અને જે ઘેર જાય તેવી એમની તાસીર.જો સુરતી ના ઘરે જાય તો લોચો ખમણ ખાવા મળે, કાઠ્યાવાડીબંધુ ના ઘરે જાય તો ગાંઠિયા,ચટણી પણ ખાવા મળે,જો ચરોતર ના ઘરે જાય તો ખમણ,ભજીયા ખાવા મળે,વડોદરાવાસી ને ત્યાં જાયતો સેવઉસળ ,લીલો ચેવડો ખાવા મળે ને અમદાવાદીઓ ને ત્યાં જાય તો ફાફડા, જલેબી ને પપૈયા ની ચટણી આમ કાગડાઓ ને આખાય વરસ નું એક સામટું ખાવડી દેતા હોઈએ છે.અને જમવાના ટાણે કાગડા ન આવે તો કેવો દાવ થાય..??
આમ કાગડાઓને સોળ દિવસ ના શ્રાદ્ધ પક્ષ દરમ્યાન મજ્જા જ મજ્જા પડી જતી હોય છે.અને ભરપેટ જમતા હોય છે.અને ફૂડ ફેસ્ટીવલ ની દર વર્ષે મજ્જા લેતા હોય છે.
અને આમ ને આમ મજ્જા લેતા રહે તેવી કાગડાઓને શુભેચ્છા..
(આ ફોટો ઓરીજીનલ છે અને અમારા વડોદરા પ્રવાસ વખતે સુર સાગર તળાવ ની પાળે આરામ કરી રહેલા કાગ નો ફોટો પડી લીધો હતો.)
ⒸCopyright Act,2012
No comments:
Post a Comment