Wednesday, October 17, 2012

"કાગડાઓનો ફૂડ ફેસ્ટીવલ"


ગયા અઠવાડિયે  ભારત ભારતભર શ્રાદ્ધ પક્ષ ઉજવાઈ ગયો. શ્રાદ્ધ પક્ષ માં દરેક ના ઘરે દૂધ પાક ,પૂરી, મિષ્ટાન ( લખતા લખતા મોમાં પાણી આવી ગયુ) બનતા હતા ને આપના પૂર્વજો ને  પિતૃ તર્પણ કરવામાં આવતું હતું. શ્રાદ્ધ પક્ષ ના સમય માં અમે છાપા માં એવું વાંચ્યું હતું કે ચાઈના માં ફૂડ ફેસ્ટીવલ યોજવા નો છે ને તેમાં આપણાં ગુજરાતી ઢોકળા ની રેસીપી મોકલવાની  છે. અને આ ઉપર થી આ લેખ લખાઈ ગયો.ઇન્ડિયા માં  તે દિવસો માં ફૂડ ફેસ્ટીવલ ચાલતો જ હતો એ પણ કાગડાઓ નો.
આમ તો રોજ સવારે આપને તેમને ગાંઠિયા તો ખવડાવતા  જ હોઈએ છે પરંતુ બિચારા કાગડા એ ખાઈ ખાઈ ને એમને ઘણી વાર નફરત થઇ જતી  હોય છે. પણ શું થાય પેટ ભરવા બિચારા કંઈક કરે તો ખરા જ ને..!! ( ઘણી વાર કાગડા મોઢું પણ બગાડતા હોય છે કે ઘણી વાર ખીજાય ને માથા પર ચાંચ પણ મારી જતા હોય છે.) પણ આવા જ કાગડાઓ ને શ્રાદ્ધ પક્ષ માં કાગડાઓને મજ્જો જ મજ્જો પડી જતો હોય છે. આપને જેમ અમદાવાદી, સુરતી,ચરોતરી ,કાઠ્યાવાડી કહેવાતા  હોઈએ છે તેમ કાગડા માં સેમ તેવા જ પ્રકાર હોય છે ને તેવા એમના ફૂડ હોય છે.પરંતુ આ b પિતૃ ઓ પર નભેલું હોય છે.પિતૃઓ ને મનગમતી વાનગી બનાવવા ના બદલે આપને તેમને (એટલે કાગડા ને) દૂધપાક અને પૂરી એ બંને ભેગા કરી ને આપણે કાગ વાસ કાગ વાસ કરી ને પાંચ વાર કોળિયા મુકતા હોઈએ  છીએ અને પાણી પણ ફરતે વાળી ને પીવડાવતા હોઈએ છીએ. ( પરંતુ જો પિતૃ ડાયાબીટીસ ના દર્દી હતા તો તેમને આમ તો સુગર ફ્રી દૂધ પાક ખવડાવો જોઈએ પણ આપણે તો ડાયાબીટીસ ની ગોળી કે જમતા પહેલા લેતા હોય છે તે પણ કાગડા ને મુકતા નથી બકા..!!) 
જો પિતૃ હોટેલ ના શોખીન હોય તો તેમને ચાઇનીસ,મેક્ષીકન,ઇટાલિયન હોય તો આ બધા પ્રકાર ના ફૂડ  અને જો મદ્રાસી ખાવાના શોખીન હતા તો ઢોંસા,ઈડલી, ઉત્તપ્પા કાગડા ઓ ને ખવડાવા જોઈએ. કાગડાઓ ને આપણાં પૂર્વજો જે પ્રમાણે એમની દિન ચર્યા હતી તેમ સવારે ચા અને મસ્કા બન ( જો ખાતા હોય તો નઈતો  ભાખરી અથવા હળવો નાસ્તો) કાગડાઓ ને મુકવો. બપોરે જમવાનું દૂધ પાક, પૂરી,બાસુંદી ( ઓપ્શન )દાળ ભાત શાક રોટલી ખાતા હોય તો રોટલી ( બટર કે સાદી જે લેતા  હોય તે ),ભાખરી,ખમણ,ઢોકળા (લાઇવ કે સેન્ડવીચ કે તિરંગા ઢોકળા), એ બધું જ વસ્તુ કાગડા ઓ ને મુકવું ને ખવડાવું ને બહાર પાણી પણ પીવડાવું.
કાગડાઓ ને શ્રાદ્ધ પક્ષ માં ઘેર ઘેર જવાનું થતું હોય છે.અને જે ઘેર જાય તેવી એમની તાસીર.જો સુરતી ના ઘરે જાય તો લોચો ખમણ ખાવા મળે, કાઠ્યાવાડીબંધુ ના ઘરે જાય તો ગાંઠિયા,ચટણી  પણ ખાવા મળે,જો ચરોતર ના ઘરે જાય તો ખમણ,ભજીયા ખાવા મળે,વડોદરાવાસી ને ત્યાં જાયતો સેવઉસળ ,લીલો ચેવડો ખાવા મળે ને અમદાવાદીઓ ને ત્યાં જાય તો ફાફડા, જલેબી ને  પપૈયા ની ચટણી  આમ કાગડાઓ ને આખાય વરસ નું એક સામટું ખાવડી દેતા હોઈએ છે.અને જમવાના ટાણે કાગડા ન આવે તો કેવો દાવ થાય..?? 
આમ કાગડાઓને સોળ દિવસ ના શ્રાદ્ધ પક્ષ દરમ્યાન મજ્જા જ મજ્જા પડી જતી હોય છે.અને ભરપેટ જમતા હોય છે.અને ફૂડ ફેસ્ટીવલ ની દર વર્ષે  મજ્જા લેતા હોય છે.
અને આમ ને આમ મજ્જા લેતા રહે તેવી કાગડાઓને શુભેચ્છા..

(આ ફોટો ઓરીજીનલ છે અને અમારા વડોદરા પ્રવાસ વખતે સુર સાગર તળાવ ની પાળે આરામ કરી રહેલા કાગ નો ફોટો પડી લીધો હતો.)
ⒸCopyright Act,2012

Thursday, October 11, 2012

ગર્લફ્રેન્ડ ને ખુશ રાખવાના ઉપાયો


નવા જુવાનીયાઓ કે જેમના લગ્ન નથી થયા અને ગર્લ ફ્રેન્ડ  પટાવા મૂડ માં છે કે પટાઈ  દીધી છે તેવા યુવાનીયાઓ ઈ ખાસ ઈચ્છા કરીને વાંચવા જેવો લેખ .
આમ તો થોડા દિવસો થી હું ખુશ જ રહેતો હોઉં છું કારણ કે થોડા સમય પહેલા જ એક નવી ગર્લ ફ્રેન્ડ આવી છે લાઈફ માં બકા..!!આમ તો ઘણી આવી ગઈ પણ આવી વેરાયટી ગર્લફ્રેન્ડ તો પહેલી જ વાર આવી છે. નમણી નાજુક , ધતુરા ના કોમલ ફૂલ જેવી આ નવી ફ્રેન્ડ છે મારી..!! આમ તો લોકો પરણ્યા પછી પત્ની ને ખુશ રાખવાના ઉપાયો કરતા જ હોય છે પણ આતો પરણ્યા પહેલા જ કેવી રીતે ખુશ રાખવી ગર્લ ફ્રેન્ડ ને તેના ઉપાયો છે.
ઉપાય ૧ :- રોજ રાત્રે બાર વાગે અને ફોન  કરે મારે ચા અને મસ્કાબન  ખાવાની ઈચ્છા થયી છે તો તમને મને પ્લીઝ ખાવા લઇ જાવને..?? તો આપને આપનું પેટ્રોલ બગાડી ને લાલદરવાજા એની સેવા કરવા જવાનું અને એ પણ પછી લકી માં ચા અને મસ્કાબન ખાવા તો ૧૮ રૂપિયા ના મસ્કાબન એવા બે મંગાવના,બે ચા મંગાવાની અને આપણા ખીશા ના રૂપિયા ખાલી કરવાના..:) અને પેટ્રોલ ના તો જુદાજ બકા..!!
ઉપાય ૨ : આગલા દિવસે ફોન કરીને કહે આપણે જમવા માણેક ચોક જઈશું..?? શું થાય આપણે પરાણે હા તો પડવી જ પડે એને ખુશ રાખવા..!! માટે જવું તો પડે જ..! ( આમ તો ખબર દરેક અમદાવાદી ને ખબર હોય કે માણેક ચોક માં સસ્તું જમવાનું મળે પણ પેલા મેડમ (ગ.ફ્રે) મુંબઈ વાસી એટલે એમને તો લારી નું જ ભાવે..?? આમ લારી  પર જમવા ગયા તો ના ફાવ્યું મને છતાય ઘરે આવી ને પાછું  ખાવું પડ્યું..ખાલી મને તો પિઝ્ઝા ભાવ્યા  એ પણ સસ્તા ખવડાયા મીની પીઝા ૨૦ રૂપિયા ના એને તો મજ્જા પડી ગઈ..મને કે હું બીજી વાર આવીશ ને તો આપણે અહીં જ આવીશું મેં કહ્યું તમારી ઈચ્છા શિરોધાર્ય ..!!
જો ગર્લ ફ્રેન્ડ ને ખુશ કરવા એને ડાર્ક તહેવારે કૈક ને કૈક આપવાનું, એનો બર્થડે હોય તો પાર્ટી આપવાની, વેલેન્ટાઇન દે હોય તો ગુલાબ આપવાનું, બહાર થી આવે તો એરપોર્ટ પર લેવા જવાનું ,એને ખોટું લાગે તવા કામ કરવા નઈ ( એ જાય પછી થાય..!) જો બોય ફ્રેન્ડ ફેસબુક કે ટ્વીટર પર આખો દિવસ ચોટેલો હોય તો તેને એકાઊંટ ડીએક્ટીવેટ કરવા કહે અને કરી નાખવાનું બકા..!! ( પણ એક એકાઊંટ વધારા નું રાખવાનું કે જેમાં એ ના હોય..)
આમ ગર્લ ફ્રેન્ડ ને ખુશ રાખવા તેમને પ્રેમ થી સંબોધન આપવું જેમકે સ્વીટ હાર્ટ ( ગળ્યું હૃદય), ડાર્લિંગ ,પછી  એની સામે  જોઇને ગીત ગાવું દિલ ગાર્ડન ગાર્ડન  હો  ગયા.., ભમરા બગીયન મેં ફસ ગયા ( ભમરા એટલે બોય ફ્રેન્ડ ), બીજા વગેરે લાડ થી પ્રેમ થી સંબોધન આપવા..
બાઈક હોય તો લોંગ ડ્રાઈવ પર લઇ જવી,( પેટ્રોલ ના રૂપિયા એ આપતી હોય તો), નઈ તો શટલિયા માં કે બસ માં ફેરરવી..કાર હોય તો બકા મજ્જો જ મજ્જો..!! 
મોબાઈલ પર રોજ કલાકો ના કલાક ફોન પર વાતો કરવી. ( રૂપિયા ના ધુમાડા કરવાના ને પ્રોવાઇડર ને કંપની ને જલસા કરવાનાં..)
એને મોટા મોટા મોલ માં અથવા રોમેન્ટિક જગ્યા એ ફરવા લઇ જવાની..( સાયન્સ સીટી ની પાછળ, લો ગાર્ડન ( લવ ગાર્ડન), કાંકરિયા વગેરે જગ્યા એ લઇ જવાની..!!
નવું ફિલ્મ આવે તો ફિલ્મ જોવા લઇ જવાની એ પોતે હિરોઈન હોય એવું તો નઈ જ..!!
એની આગળ  પાછળ   બોડીગાર્ડ થઇ ને ફરવું એની દરેક વાત માં હા પડવી કદાપી ના ના પાડવી ,
એને મળવા પાંચસો રૂપિયા આપી ને માટલા લઈને ફોડવા પડે તો ફોડવાના, ( દબંગ ની સીન યાદ આવ્યો.!!)
ચાર રસ્તા પર ના સ્ટેચ્યુ પાસે બેસી ને ગીતા ગાવા..( અજબ પ્રેમ કી ગઝબ કહાની )
એનો ભાઈ જોડે આવે તો ફ્રેન્ડ ઘણી ને પાર્ટી કરાવાની,
દરેક પ્રસંગ માં એને આમત્રણ આપવું,
એને રોજ રોજ નવી ગીફ્ટ મોકલવી 
રોજ નવા પ્રેમ પત્રો (અત્યારે તો નામ ના જ બની ગયા છે) તેવા ગ્રીટીંગ્સ મોકલવા,
આવા દરેક સારા કાર્યો કરીને ગર્લ ફ્રેન્ડ ને ખુશ રાખવી અને અને નિત નવા નખરા એની સામે કરતા જ રહેવા વિનંતી.
( તાજા કલમ :- પરણિત ભાઈ માટે ખાસ સુચના કે પત્ની ને ખુશ રાખવા ના ઉપાયો લગ્ન કાર્ય બાદ અનુભવ થયા બાદ લખવા માં આવશે જેની તાકીદે નોંધ  લેવા વિનંતી.) 
-પાર્થ શર્મા 




Ⓒcopyright Act,2012

Wednesday, September 26, 2012

વ્હાય ધીસ છોલેપુરી છોલેપુરી .છોલેપુરી દી


વ્હાય ધીસ છોલેપુરી છોલેપુરી .છોલેપુરી દી
વ્હાય ધીસ છોલેપુરી છોલેપુરી .છોલેપુરી દી
વ્હાય ધીસ છોલેપુરી છોલેપુરી .છોલેપુરી દી
રીધમ કરેક્ટ
વ્હાય ધીસ છોલેપુરી છોલેપુરી .છોલેપુરી દી
મૈનટેન પ્લીઝ,
હમમમ...વ્હાય ધીસ છોલેપુરી છોલેપુરી .છોલેપુરી દી
આ દી.. વ્હાય ધીસ છોલેપુરી છોલેપુરી .છોલેપુરી દી

"છોકરો વાસણ ઘસતો હતો ને એના મમ્મી પપ્પા નો પરિચય વાયા વાયા છોકરા પાસે થી મેળવ્યો
છોકરા કહ્યું ને મેં ગીત બનાવ્યું,"

માં મેરી સોલાપુરી,
બાપ મેરા કોલ્હાપુરી,
દોનો બેચે છોલેપુરી રે,
આ રે... દોનો બેચે છોલેપુરી રે,

પછી આગળ વર્ણન કરું તો,

માં કા કલર વ્હાઈટ વ્હાઈટ ,
બાપ કા કલર બ્લેક,
પ્રેમ પ્રેમ પ્રેમ પ્રેમ બંને નો અઢળક પ્રેમ,
છોલેપુરી મસ્તી થી બનાવે,
ખવડાવે પ્રજા ને............
હમમમ...વ્હાય ધીસ છોલેપુરી છોલેપુરી .છોલેપુરી દી
વ્હાય ધીસ છોલેપુરી છોલેપુરી .છોલેપુરી દી
વ્હાય ધીસ છોલેપુરી છોલેપુરી .છોલેપુરી દી
છોકરા ને વાસણ ઘસતા ઘસતા પપ્પ ને મળવા ની ઈચ્છા થાય છે,
પા પા પા પા પા પા પાપા પાપારે..
સાબ'જી ને મોડું થાય જલ્દી આપો જલ્દી આપો રે,
આહા..જલ્દી આપો રે જલ્દી આપો રે,
.વ્હાય ધીસ છોલેપુરી છોલેપુરી .છોલેપુરી દી
મમ્મી ને રૂપિયા આપવા ગયો ત્યારે,
મમ્મી પૂરી વણવા માં બીઝી હતા,
સો મને લકકી અને કાલી ભાષા યાદ આવી,
મમ્મા મમ્મા મમ્મા મમ્મા મમ્મા મમ્મા ,
સાબ આપે પૈસા પૈસા લઈલોને રે,
મમ્મા કહે ના રે લેવાય,
સાબ બ્રાહ્મણ રે,
મેં કહ્યું મહેનત ના રૂપિયા અવશ્ય તો લેવાય,
આનાહા મહેનત ના રૂપિયા અવશ્ય તો લેવાય,
પછી થોડી ઝલક એને બતાવી,
બર્તન કલર બ્લેક બ્લેક,
સાબુ કલર વ્હાઈટ,
મિક્ષ થઇ બનાવે ફીણ ,
એમ કરો તમે વર્ક,
ભેગા થઇ,
છોલે બનાવો ,
વાસી ના કોઈને ખવડાવો,
હમેશા તમે તાજું જ ખવડાવો,
વ્હાય ધીસ છોલેપુરી છોલેપુરી .છોલેપુરી દી
વ્હાય ધીસ છોલેપુરી છોલેપુરી .છોલેપુરી દી
વ્હાય ધીસ છોલેપુરી છોલેપુરી .છોલેપુરી દી
હમમ...વ્હાય ધીસ છોલેપુરી છોલેપુરી .છોલેપુરી દી

Monday, September 24, 2012

અમદાવાદી કંડકટર


અમદાવાદ ના રસ્તાઓ પર ફરતા ફરતા અવનવા માણસો અને લોકો ને મળવાનું થતું જ હોય છે. એક નાના માંગવા વાળા થી માંડી ને અમદાવાદ ના મેયર કે અમદાવાદ ના રેડિયો જોકી મિત્રો કે ઘણા ફિલ્મ સ્ટારો કે જે અમદાવાદ પધારતા હોય છે કે કોઈ ફિલ્મ ના ડીરેક્ટર જેમકે કેવી રીતે જઈશ ના અભિષેક જૈન કે વિપુલ વ્યાસ, અમદાવાદ ના રિક્ષાવાળા, દુકાન વાળા , લારી વાળા, ઘણા કોન્ત્રક્તારો કે  મ્યુંનીસીપાલીતી ના પદાધિકારી ઓ ને , ઘણા સમાજ સેવકો કે ઘણા રાજકારણીઓને  કે કોઈ સંસ્થા ના હેડ કે   અમદાવાદ ની AMTS ના કંડકટર મિત્રો અને ડ્રાઈવર ભાઈ ઓ મળવાનું થતું જ હોય છે. 
AMTS એ મારી નજરે મુંબઈ લોકલ સમાન બની ગયી છે અમદાવાદ નો કોઈ પણ નાગરિક એવો નઈ હોય કે જેને એ.એમ.ટી. એસ માં મુસાફરી  ના કરી હોય. સવાર ના પહોર માં સાડા પાંચ વાગે પહેલી બસ શરુ થાય અને રાત્રે ૧૨ વાગે છેલ્લી ટ્રીપ પૂરી થાય. એ.એમ.ટી. એસ  મારા માટે છેલ્લા ત્રણ અઠવાડિયા થી હું મુસાફરી કરું છું અને તે દરમ્યાન નાના મોટા સહુ કોઈને ને મળવા નું થાય છે . એ.એમ.ટી. એસ માં રેડિયો અને સ્પીકરો પણ આપેલા હોય છે જેમાં ગીતો તો વાગે જ છે પણ સાથે સાથે અમદાવાદી પબ્લિક પણ પોતાના મોબાઈલ માં વગાડે છે અને ધુમાડા ના પ્રદુષણ ની સાથે સાથે અવાજ નું પ્રદુષણ પણ વધારે છે આમ તો અમદાવાદી પોતે ખાવાના શોખીન જ હોય છે રોજ રાત્રે ૧૨ વાગ્યા સુધી માણેકચોક ના ખાણીપીણી બજાર માં હોય કે પછી પાણી પૂરી ખાવા માં તલ્લીન થઇ જતા હોય કે ઉપવાસ માં ફરાળી નવી વાનગી ની શોધ કરતા હોય છે જેમકે ફરાળી બિસ્કીટ,ફરાળી સેન્ડવિચ ,ફરાળી પિત્ઝા  અને અત્યારે તો સરકારે ગુટખા પર પ્રતિબંધ મૂકી દીધો છે પણ અમદાવાદી તો ઓપ્સન તો શોધે જ ..ગુટખા ની જગ્યા એ મસાલા (માવા ) ખાવા નું ચાલુ કરી દીધું છે અને એ પણ હદ બહાર ના..અમદાવાદી દરેક કંડકટર બસ માં ભીડ ગમે તેટલી હોય પણ મસાલો ચોળ્યા વગર તો ચાલે જ નઈ ને બોસ..!! માવો ખાવો એટલે દરેક કંડકટર ભાઈઓનો જન્મસિદ્ધ હક બની ગયો છે પછી ભલે ને બિચારો ડ્રાઈવર  શોર્ટ બ્રેક મારતો હોય..છતાય એ મસાલો ખાવા નું તો ના જ છોડે ને ને એમાય વળી લાલ દરવાજા આવે તો અવશ્ય ખાવા નીચે ઉતરે..(આમ તો બસ લખાવા ઉતરે ) 
દરેક કંડકટર જ્યાં જ્યાં બસ ઉભી રહે ત્યાં મસાલો ખીશા માંથી કાઢી ને ખાવા નું ચાલુ કરી દે અને એ  મસાલો ખાય એટલે સ્વાભાવિક છે એટલે બોલાય તો નહિ જ..બધા ને મૂંગે મોઢે બિચારા ટીકીટ આપે અને ઘણા લોકો તો ટીકીટ લેવા માંય બંખ મારે ખાસ કરી ને કોલેજ કરતા નવજુવાનીયાઓ અને કંડકટર તો ઓળખીતો હોય તો પાછો એને  માવો ખવડાવી દે એટલે ટીકીટ નઈ લેવાની અને વગર ટીકીટે મુસાફરી કરવાની..!!
થૂંકવા માટે તો બસ ની બારી છે જ પણ બસ માંથી થુંકે ત્યારે બીજા ને રંગી નાખે છે અને હવે તો એવું શીખ્યા છે કે બસ ના ખૂણા થુંકે બોલો..આતો થઇ કંડકટર ની વાત પણ આપણા માવો ખાતા અમદાવાદી ઓ પણ આવું જ કરે છે..
કહેવા ની એક જ વાત છે મારે તમને કે માવો મસાલા છોડી ને સારી જિંદગી જીવો..આ વ્યાસન ના રવાડે ના ચડશો નઈ તો નર્ક ની સીધી સીડી  બતાવી દેશે..!!
વ્યષણ ના બદલે મુખવાસ કે ધાણાદાળ ની પડીકી લઇ ખાઓ એ ગુણ કરશે મસાલો તો ખાઈ ને થૂંકી જ નાખવા નો છે..!!